Wednesday, 18 February 2009

બડી ઉદાસ હે જીંદગી કોઈ તો વેલેન્ટાઈન ચાહીએ

યાર કોલેજ પતી ગઈ અને કામ ધંધે લાગી ગયા પણ એક અફસોસ રહી ગયો કે કોઇ વેલેનટાઈન મળી નહી.

પહેલા પણ દીલ કંઇક કહેતું આજે પણ દીલ કંઇક કહે છે. બડી ઉદાસ હેં જીંદગી કોઇતો સાથી ચાહીએ ઈક તલાશ હે જીંદગી કોઈતો સાથી ચાહીએ લીઝારે અને આફતાબ શીવદેસાનીની ફિલ્મ કસુર ફિલ્મનું ગીત ઘણા આશીકોના દીલની વ્યથા કહીં રહ્યું છે.

આમ તો પ્રેમીઓની મોસમ બારમાસની હોય છે પણ ઈ શીયાળો અને તેમાય ફેબ્રુઆરીની 14 તારીખની લોકો સોરી પ્રેમીઓ ઘણા લાંબા સમયથી પ્રતિક્ષા કરતા હોય છે. કેટલાકને તેમની મનચાહી યા મનપસંદ વેલેન્ટાઈન મળી જાય છે. જ્યારે એવા કેટાલય આશીક હોય છે કે જે હરસાલની જેમ આ વખતે પણ પોતાની વેલેનટાઈન શોધી શકતા નથી.

આમ તો શોઘી શકતા નથી તે કહેવું અતી શયોક્તિ છે પણ પોતાના દીલની વાત રજૂ કરી શકતા નથી. કેવી રીતે કહેવું કે યુ આર માય વેલેનટાઈન. એવા ઘણા આશીકો છે જે આ મુજવણ તેઓ પીડાઈ રહ્યા છે.

આવો જ એક ભાવિક સોની નામનો પ્રેમી છેલ્લા પાંચ વર્ષોથી એક વેલેનટાઈનની શોઘમાં છે. એવું નથી કે તેના દીલની વાત સાંભળનારી કોઈ તેને મળતી નથી. પણ સમસ્યા એ છે કે તે કોઈને કહી શકતો નથી.

ભાવિકે જણાવ્યું હતું કે તે જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે ઉર્વશી નામની એક સમકક્ષ ઉમરની છોકરી સાથે તેના નયનો મળ્યા. બન્ને વચ્ચે વાતચીત અને ત્યાર પછી મુલાકાત શરુ થઈ. ત્રણ વેલેન્ટાઈન ડે જતા રહ્યા પણ તે પોતાની વાત રજૂ કરી શક્યો નહીં. છેવટે તેનો પ્રેમ માત્ર એક મુલાકાત બનીને રહી ગયો. જોકે તેણે હિંમત હારી નહીં.

કહેવાય છે ને કે જેનું દીલ ઈશ્કમીજાજી હોય તેને પ્રેમ કરવા માટે કોઇને કોઈ મળી જ જાય છે. તેની સાથે પણ તેવું જ થયું આ વખતે પણ તેની સાથે પહેલા જે ઘટના ઘટી હતી તેનું પુનરાવર્તન થયું. હવે તો તે પોતાના વારસાગત ધંધે લાગી ગયો છે પણ જ્યારે 14મી ફેબ્રુઆરી આવે છે ત્યારે તે માત્ર એક વાત કહે છે. બડી ઉદાસ હે જીંદગી કોઈ તો વેલાનટાઈન ચાહીંએ.

માત્ર ભાવિક જ નહીં એવા કેટલાય યુવકો અને યુવતીઓ હશે કે જે વેલેન્ટાઈનને શોધી રહી હોય અથવા તો પોતાના મનપસંદ યુવક કે યુવતીને પોતાની દીલની વાત આ પ્રેમ અને ઉષ્મા ભર્યા દિવસે કહેવા ઇચ્છતી હોય પણ કહીં શકતું નથી. તો શું થયું કે આપણે આપણા દીલની લાગણીઓને કોઈની સમક્ષ રજુ કરી શક્યા નથી. સમય હજૂ ગયો નથી. આ વેલેન્ટાઈન દિને તો ગમેતે કરીને ગમેતે એનો અર્થ એ નથી કે બળજબરી પણ પુરતી હિંમત રાખીને પોતાના દીલની વાત રજૂ કરીશું.

કેવી રીતે મનાવવો વેલેન્ટાઈન ડે

માત્ર પ્રેમની રજૂઆત કરવીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી નથી. પણ પોતાના વેલન્ટાઈન સાથે પ્રેમના દિવસની સંધ્યાએ કેન્ડલ લાઇટ ડિનર કરવું. ઉપરાંત લવ બર્ડ, ગ્રીટીંગ કાર્ડ, પ્રેમ ભર્યા પળો યાદ કરવા, અન્ય વાતો કરવાના બદલે માત્ર પ્યારની વાતો જ કરવી. પોતાના વેલેન્ટાઇનને અહેસાસ કરાવવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો.

શું છે વેલેનટાઈન ડે

માત્ર ભારત જ નહી પણ સમગ્ર વિશ્વ જે દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવી રહ્યું છે તે વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ પણ જાણવો એટલો જ જરૂરી છે જેટલો પ્યારનો ઈજહાર પ્રીયતમા કે પ્રેમી સાથે કરવો. આપણે બધા જાણીએ છીએ કોઈપણ ધર્મ હોય દરેક તહેવાર પાછળ કંઈક ભુતકાળ તો રહેલો હોય છે જ. વેલેનટાઇન ડેની ઉજવણી પાછળ પણ ઈતિહાસ રહેલો છે.

ઈ.સ. 269 કે જ્યારે રોમમાં રાજ કલોડીસનું શાસન હતું. તેને નવા પ્રદેશો જીતવાની આકાંક્ષા એટલી હદે હતી કે તેણે દરેક યુવાનને લશ્કરમાં જોડાવવાની હાકલ કરી. જો કે પ્રેમી અને લગ્ન કરેલા યુવકો લશ્કરમાં જોડાતા નહોતા. આથી તેણે લગ્નપ્રથા પર રોક લગાવી. રાજાના આ નિર્ણયથી રોમવાસીઓ પર આભ તુટી પડ્યું.

રાજાના આ અત્યચાર અને સમાજ વિરોઘી કાયદાથી વેલેન્ટાઈન નામના પાદરીનું હૃદય દ્રવી ઉઠ્યું.
તેણે રાજાના આ કાયદાનો અવગણીને ગુપચુપ રીતે બે દીલને એક કરવાનું કાર્ય ચાલુ રાખ્યું. ધીમે ધીમે વેલેન્ટાઈન પાસે લગ્નગ્રંથીથી જોડાવા માટે આવનાર યુગલોની સંખ્યા વધવા માંડી અને લોકો તેમને પ્રેમીઓના દેવદુત સમજવા લાગ્યા. જો કે બે દીલોને એક કરવાનું તેમનુ કાર્ય લાંબા સમય સુધી રાજાથી છુંપુ રહ્યું નહી અને રાજાએ પાદરી વેલેન્ટાઇનને જેલમાં ધકેલી દીધા.

કહેવાય છે કે 14 ફેબ્રુઆરી 270ના રોજ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો અને તેમને સેન્ટ પ્રેકસંડીસ ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવી દેવાયા. ત્યારથી પ્રેમીઓ આ પ્રેમના ફરીશ્તા વેલેન્ટાઈનના બલીદાનને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવી રહ્યાં છે.

પ્રેમ શું છે તે વાંચવા - લખવાથી સમજાય તેવું નથી તેને માટે તેને અનુભવવો પડે છે. અગ્નિ વિષે ગમે તેટલું લખીએ તો પણ તેની દાહકતા શું છે તે સમજાવી નહીં શકાય ઈ તો અગ્નિની પાસે જઈએ એટલે આપોઆપ સમજાઈ જાય.

તેમ છતાં પણ પ્રેમની કોઈ મૂર્તિ બનાવવી હોય, કોઈ આકાર આપવો હોય તો પોતાની મા ને નિહાળી લેવી. પ્રેમ શું છે તે સમજાઈ જશે.

પ્રેમસંબંધોમાં લાગણીનું સરવૈયું ન કઢાય. સરવૈયું વ્યાપારનું, વ્યવહારનું, ઔપચારિકતાનું કઢાય. પ્રેમ તો અવિભાજ્ય છે. એની બાદબાકી કે એનો ભાગાકાર ન કરી શકાય. સાચો પ્રેમ તો ગુણાકારમાં રાચે – સુદના ચંદ્રની જેમ એની વૃધ્ધિ જ થયા કરે.

સાગરની લહેરો દૂરથી કેવી આકર્ષક લાગે છે ! પાણીનો એક આકાર બાંધતી લહેરોને બે હાથમાં પકડીએ છીએ તો રહી જાય છે કેવળ પાણી. સ્પર્શ સાથે જ પેલો આકર્ષક આકાર કેવો અદશ્ય થઈ જાય છે ! એવું જ પ્રેમ, ઝંખના, પ્રાપ્તિ અને વાસ્તવજીવનનું પણ છે !

માઝા મૂકીને વરસતા વરસાદ જેવા પ્રેમનું આયુષ્ય પણ ટૂંકું હોય છે ! શાંત, સ્થિર અને સ્વસ્થ પ્રેમ દીર્ઘાયુ હોય છે.

પ્રેમમાં કોઈકે તો 'કંઈક' છોડવું પડે છે. પોતાનાં અહ્મ, મમત, મમત્વને ઓગાળી નાખવાં પડે છે. વ્યક્તિને ઓગાળી નાખવાથી જ પ્રેમ સાર્થક થાય.