શાંત ઝરુખે.......
શાંત ઝરુખે વાટ નીરખતી
રુપની રાણી જોઈ હતી,
મે એક સેહજાદી જોઈ હતી.
એના હાથ ની મેંહ્દી હસતી તી,
એના આંખ નુ કાજળ હસતુ તુ,
એક નાનુ સરખુ ઉપવન જાણે,
મોસમ જોઈ નીખરતુ તુ.
એના સ્મીત મા સો સો ગીત હતા,
એની ચૂપ્કી થી સંગીત હતુ,
એને પડછાયા ની લગન હતી,
એને પગરવ સાથે પ્રીત હતી.
એ મોજા જેવુ ઉછડતી તી,
ને પવન ની જેમ લેહરાતી'તી,
કોઈ હસી ને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યુ શરમાતી'તી.
એને યૌવનની આશી'સ હતી,
એની સ્ર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમ મા ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી.
વર્સો બાદ ફરી થી આજે એજ ઝ્રુખો જોયો છે,
જ્યાં ગીત નથી,સંગીત નથી,
જ્યાં પગર્વ સાથે પરીત નથી,
જ્યાં સપનાઓ ના મહેલ નથી ને,
ઉર્મીઓ ના ખેલ નથી.
બહુ સૂનુ સૂનુ લાગે છે,
બહુ વસમુ વસમુ લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમીકા,
એ ન્હોતી મારી દુલ્હન,
મે'તો એને માત્ર ઝરુખે
વાટ નીરખતી જોઇ હતી,
કોણ હતી એ નામ હતું શું,
એ પણ હુ ક્યાં જાણું છુ..............
તેમ છતાંયે દીલ ને આજે,
વસમુ વસમુ લાગે છે,
બહુ સુનૂ સુનૂ લાગે છે....................
--------------------------------------------
ભવ્ય ભૂતકાળ....
ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે,
પરંતુ મને એ નહોતી ખબર કે
ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
---------------------------------------
આપણી િમત્રતા છે....
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાિસત આપણી િમત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી િમત્રતા છે.
તારો મારો િવશ્વાસ, જાણે મંિદરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પિવત્ર આપણી િમત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી િમત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર િકનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી િમત્રતા છે.
----------------------------------------------
કોઈની સાથે દોસ્તી કરો તો....
કોઈની સાથે દોસ્તી કરો તો,
િનભાવવાની તાકાત રાખો;
કોઈની સાથે દુશ્મની કરો તો,
લડવાની તાકાત રાખો;
કોઈની સાથે શરત લગાવો તો,
એને જીતવાની તાકાત રાખો;
કોઈની મજાક ઉડાવો તો,
સહન કરવાની તાકાત રાખો;
કોઈનુ અપમાન કરો તો,
માફી માંગવાની તાકાત રાખો;
કોઈની સાથે પ્રેમ કરો તો
સામાિજક બંધનો તોડવાની તાકાત રાખો
Thursday, 22 January 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment