Thursday, 22 January 2009

ગઝલ અને શાયરીઓ

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી"

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.

જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

સંબંધોના સથવારે મળતા રહીશું

સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું

દિલના દર્દોને પીનારો શુ જાણે

દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

No comments:

Post a Comment